ભાવનગર પેરોલ ફર્લોની ટિમે ક્રિકેટમાં રમાતા સટ્ટા ઉપર બોલાવી તવાઈ, 8,22,200 ના મુદ્દામાલ સાથે 22 આરોપીઓ સામે નોંધાઇ પોલીસ ફરીયાદ, નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને 22 આરોપીઓ સામે આઈ.ડી વડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા શખ્સો સામે નોંધાઇ પોલીસ ફરીયાદ, અત્યાર સુધી માં પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ.
ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લીધા છે
શેતલ ઉર્ફે કાથી શાહ નામના શખ્સ પાસેથી ક્રિકેટના સટ્ટા માટે માસ્ટર આઈ.ડી.બનાવી આઈ.ડીનું કરવામાં આવતું હતું વેચાણ, પેરોલ ફર્લોની ટિમ દ્વારા બાકીના 16 આરોપીઓ ને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે, આ ગુનાને લઈ આઈટી વિભાગ અને આંગડીયામાં પણ કરવામાં આવશે તપાસ. શહેરના હિલડ્રાઈવ ફુલવાડી ચોક વિસ્તારમાંથી ઓનલાઈન ઓનલાઈન આઈડી ફોરવર્ડ કરી રૂપિયા મેળવી હારજીતના સોદા પાડી ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લીધાં છે. જ્યારે આ મામલે કુલ 22 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.









