ભાવનગરના સિહોર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને ગામનું તળાવ ઓવરફ્લો થતા કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો છે, વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે. સતત વરસી રહેલ વરસાદથી ખેડૂતોના ખેતરો પણ પાણીથી ભરાઈ ગયા છે અને પાક તણાઈ ગયો છે.
ભાવનગરના ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા વરસાદી નુકસાનને લઈ 5 માગ કરાઈ
ભાવનગરના ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા મામલતદાર અને ડેપ્યુટી કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી સુધી પોહચાડ્યું છે. ત્યારે આ આવેદનપત્રમાં પાંચ માંગો કરવામાં આવી છે. જેમાં સરકાર ખેતીની નીતિ બનાવે, ખેતી આયોગ બનાવવામાં આવે, ખેતી ક્ષેત્રે નાણાપંચની નિમણૂક કરાય, બજેટની 50 ટકા રકમ ખેતીમાં ફાળવવામાં આવે અને ખેતી ઉપયોગી ઉદ્યોગો સ્થાપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.









