ભાવનગરમાં HCG હોસ્પિટલને 7.22 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, દંડ ભર્યા વગર PMJAY યોજના ફરી શરુ કરી હતી અને PMJAY યોજના અંતર્ગત દર્દી પાસેથી પૈસા પડાવ્યા, 2 દર્દી પાસેથી રૂ.6000 અને રૂ.19000નો ચાર્જ વસૂલ્યો છે, હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા મામલો ખુલ્યો છે, 39 કેસોમાં અપ કોડિંગ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યુ છે.


[[$googlead]]

યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી

ગણતરીના કલાકોમાં જ યોજના ફરી શરુ કરી દેવાઇ હતી, ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા ને લઇ દંડ કરવામાં આવ્યો છે, શહેરની ખાનગી એચસીજી હોસ્પિટલને 7 કરોડ 22 લાખ 90,205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, PMJAY યોજના અંતર્ગત 2 દર્દી પાસેથી સરકારના પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ 6,000 અને 19,000 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો.

[[$alsoread]]


  • Follow us on: