ભાવનગરના જશોનાથ ચોક ખાતેથી નિષ્કલંક મહાદેવ કોળિયાક સુધી કાવડ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું. સતત ચોથા વર્ષે કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ નિમિતે કાવડ યાત્રા કાઢવામાં આવી, વરસતા વરસાદમાં પણ કાવડ લઈને શ્રદ્ધાળુઓ ચાલ્યા, કાવડ યાત્રા સમિતિ દ્વારા દેશની ચાર પવિત્ર નદીઓના પાણીને જશોનાથ મહાદેવ મંદિરથી કાવડ દ્વારા નિષ્કલંક મહાદેવ મંદિર સમુદ્ર કિનારે લઇ જવામાં આવે છે.


[[$googlead]]

કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

આજે જશોનાથ મહાદેવના આશીર્વાદ સાથે વિધિવત રીતે કાવડ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું આ કાવડ યાત્રામાં સંતો, મહંતો, VHP બજરંગ દળના આગેવાનો અને હિન્દૂ સમાજના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાવડ યાત્રા વહેલી સવારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે પહોંચી પૂર્ણ કરવામાં આવે છે, આ કાવડ યાત્રા દરમિયાન રૂટ પર અનેક જગ્યાઓ પર પ્રસાદી નું આયોજન કરવામાં આવે છે, નિષ્કલંક કાવડ યાત્રામાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે તમામ સુવિધા ઉભી કરાઈ હતી, ભાવનગર શહેર માં સતત ચાર વર્ષથી યોજાતી કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. 

[[$alsoread]]

  • Follow us on: