ભાવનગરમાં ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે અને શહેરના બોરતળાવમાં 2 દિવસમાં આવ્યા નવા નીર, બોરતળાવમાં 2 દિવસમાં પાણીની સપાટી 5.1 ફૂટ વધી છે, બોરતળાવની સપાટી વધીને 33.7 ફૂટે પહોંચી છે અને બોરતળાવ 43 ફૂટે થાય છે ઓવરફ્લો.


[[$googlead]]

ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક નદી નાળાઓ છલકાયા

શહેરના બોરતળાવમાં 2 દિવસમાં આવ્યા નવા નીર અને ભાવનગર શહેરને પાણી પૂરું પાડતા બોરતળાવમાં 2 દિવસમાં 5.1 ફૂટથી વધુ આવ્યું પાણી, બોરતળાવમાં હજુ પણ 1.5 ફૂટ પાણીની આવક શરૂ છે, બોરતળાવની સપાટી વધીને 33.7 ફૂટે પહોંચી છે, બીજી તરફ બોરતળાવ 43 ફૂટ એ થાય છે ઓવરફ્લો.

[[$alsoread]]

ભાવનગર-ધોલેરા હાઈવે પર પાણી ભરાયા

ભાવનગર-ધોલેરા હાઈવે પર પાણી ભરાયા છે, 30 થી વધુ લોકો વરસાદી પાણીમાં ફસાયા છે, પાણી ભરાતા ફેક્ટરીમાં જવાનો રસ્તો બંધ થયો છે અને મીઠાના અગરમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે.


  • Follow us on: