ભાવનગર પોલીસ ઉપર કરવામાં આવેલા હુમલાના આરોપીઓને કરાવ્યું પોલીસે કાયદાનું ભાન, 2 દિવસ પહેલા LCBની ટીમ ચાવડી ગેટ વિસ્તારમાં દારૂની રેડ કરવા ગઈ હતી તે સમયે આરોપીઓએ એકઠા થઇ કરી હતી માથાકૂટ અને સમગ્ર ઘટનામાં આરોપીઓ સામે નિલમબાગ પોલીસ મથકમાં નોંધાઇ હતી પોલીસ ફરીયાદ. પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી અને પકડાયેલા 5 આરોપીઓને ઘટનાસ્થળે લાવી કરાવ્યું કાયદાનું ભાન.


[[$googlead]]

મહિલાઓનું ટોળું તથા બુટલેગરોએ એલસીબીના જવાનો સાથે ઝપાઝપી કરી હતી

તાજેતરમાં ભાવનગર શહેરના એસટી બસ સ્ટેશન પાસે આવેલ જહાંગીર મીલ પાસે ઈંગ્લીશ દારૂની ડીલીવરી આપવા આવેલ બુટલેગરો તથા મહિલાઓનાં ટોળાએ એલસીબીની ટીમ પર હુમલો કરી પોલીસ જવાનો પર એસિડ એટેકનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પોલીસે બુટલેગરોની ધડપકડ કરી આજરોજ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

[[$alsoread]]
  • Follow us on: