નવરાત્રિમાં ગરબામાં થતા ચેનચાળાના કિસ્સા સામે આવતા ભુજમાં સાધુસંતો રોષે ભરાયા. ધર્મગુરુ દેવનાથ બાપુએ વડદોરમાં યુનાઇટેડ વે ગરબામાં થયેલ ઘટનાને વખોડી. દેવનાથ બાપુએ કહ્યું કે નવરાત્રિ માતાજીની આરાધના કરવાનું પવિત્ર પર્વ છે. પરંતુ કેટલાક લોકો આ ધાર્મિક તહેવારને ધંધો બનાવી દીધો છે. નવરાત્રિમાં કરાતા ગરબાના નામે અશ્લીલ હરકતો થાય છે. આ સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયાસ છે.


[[$googlead]]

ગરબાના સ્થાનો પર યુવાનોના અશ્લીલ ચેનચાળા

વધુમાં ધર્મગુરુએ કહ્યું કે વડોદરા જેવી ઘટનાઓ ના બને માટે કડક કાયદા બનાવવા જોઈએ. ગરબા રમનાર ખેલૈયાઓ અને ગરબા આયોજકો માટે ખાસ નિયમો હોવા જોઈએ. નવરાત્રિમાં ગરબાની પારંપરિક ઉજવણી થવી જોઈએ. ગરબાના નામે આવા ધતિંગ અને અશ્લીલ ચેનચાળા ચલાવી ના લેવાય. આવા કૃત્ય કરનાર વિરુદ્ધ કડક નહી બુલડોઝર જેવી કાર્યવાહી કરવી જોઇએ તેવું દેવનાથ બાપુએ કહ્યું. જણાવી દઈએ કે ગઈકાલે વડોદરાના યુનાઇટેડ વે ગરબામાં એક કપલે ગરબના સ્થાન પર માતાજીના મંડપ સામે જ લિપ કિસ કરી હતી. જ્યારે આજે ફરી વડોદરામાં લક્ષ્મી પેલેસમાં એક કપલ ગરબા દરમિયાન જાહેરમાં ચુંબન કરતો હોવાનો વીડિયો સામે આવ્યો હતા.

સાધુ-સંતોના આકરા તેવર

નવરાત્રિમાં ગરબાના મેદાનમાં મા આધ્ય શક્તિના ગરબા ગાઇને માતાજીની આરાધના કરવાના બદલે યુવાપેઢીની આવી હરકતો વધુ શરમજનક છે.  ગરબાના મેદાન પારંપરિક ગરબા રમવાનું સ્થાન નહીં ફક્ત રિલ ઉતારવાનું સ્થાન બની રહ્યા છે. લોકોને ગરબા આવડે કે ના આવડે સજીધજીને તૈયાર થઈને જવું, લોકો સાથે ઓળખાણ હોય કે ના હોય, જુદા-જુદા પોઝમાં ફોટા પડાવવા અને સોશિયલ મીડિયામાં મૂકવા. પ્રિયજન સાથેનો પ્રેમ બેડરુમમાં નહીં જાહેરમાં વ્યક્ત કરવાનું પશ્ચિમનું આંધળું અનુકરણ કરાઈ રહ્યું છે. નવરાત્રિ તહેવારને લવરાત્રિ બનાવનારા આવા લોકો સામે સાધુ-સંતોના આકરા તેવર જોવા મળ્યા. 

[[$alsoread]]

  • Follow us on: