બોટાદમાં મુશળધાર વરસાદ પડતા નદી નાળા ઓવરફ્લો થયા. બોટાદના ગઢડામાં ગઈકાલે વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. ગઢડાનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફલો થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. રમાઘાટ ડેમ ઓવરફલો થતા શહેરીજનો આ નજારો જોવા ઉમટી પડયા.
સારું ઉત્પાદન થવાની અપેક્ષા
ચોમાસાની શરૂઆતમાં જ ઘેલો નદી પર આવેલ રમાઘાટ ડેમ ઓવરફલો થતા તાલુકાના માંડવધાર, ગઢડા, લાખણકા, અડતાળા, તતાણા, પીપળ, ઈશ્વરીયા સહિત પંદર જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ લાભ થશે. સારો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સારો વરસાદ થતા ખેડૂતોને સારું ઉત્પાદન થવાની અપેક્ષા છે.
ધોધમાર વરસાદથી ભરાયા પાણી
બોટાદમાં વરસાદની ધુઆંધાર એન્ટ્રીના કારણે ઠેર-ઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ગઢડામાં કોઝવે તૂટી જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ગઢડામાં ધોધમાર વરસાદના પડતા નદીઓમાં પૂર આવતા અને ડેમ ઓવરફલો થતા અનેક ગામના રસ્તાઓ બંધ થયા છે. ગઢડાથી નિગાળા, રોહિશાળા રસ્તો બંધ.ઉગામેડીથી ઝીઝાવદર જવાનો રસ્તો બંધ, પ્રહલાદગઢથી રાજપીપળા રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત રાજપરાના પાટીયાથી હામાપર ગામ જવાનો રસ્તો બંધ, બોડકી વનાળી અને ગઢાળી રસ્તો બંધ, ટાટમથી ભીમદાડ રોડપર બાવળ પડતા રસ્તો બંધ, સમઢીયાળા - મોટી કુંડળ ભીમોરીમાના મંદિર પાસે નવુ બનેલ નાળામાં ગાબડું પડતા રસ્તો બંધ.
ઘેલો નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફલો થતા









