રાજ્યમાં આજે સવારથી જ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે અને બપોર બાદ રાજ્યના 130 તાલુકામાં અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે. ત્યારે ભાવનગર અને અમરેલીમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. ત્યારે છોટા ઉદેપુરના સંખેડામાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને અનેક જગ્યાએ પાણી ભરાયા છે. સંખેડાના ઝવેરીવાગામાં 3 મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. એક પછી એક ત્રણ મકાનો ધરાશાયી થયા છે.


[[$googlead]]

નીચાણવાળા તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મકાન ધરાશાયી થતાં તમામ કાટમાળ ઘરની આગળ પાર્ક કરેલા વાહનો પર પડ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળે પાણી ભરાયા છે. નીચાણવાળા તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાની ઘટના સામે આવી છે.

[[$alsoread]]

મુખ્ય બજાર, સોમનાથ સોસાયટીમાં પાણી ભરાયા છે. સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિની નદીમાં નવા નીર આવ્યા છે. કૂકાવટી ગામે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયું છે. લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા મજબૂર બન્યા છે. સૂકાપુરા, વાઘીયા મહુડા, વેગનારના ગ્રામજનોને હાલાકી પડી રહી છે. 

  • Follow us on: