ગુજરાતમાં પોલીસની કડક સક્રિયતા વચ્ચે બુટલેગરો બેફામ બન્યાં છે. પોલીસને પડકાર આપી ફરાર થઈ જતાં બુટલેગરોની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી રહી છે. છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં પોલીસને થાપ આપી ભાગેલા બુટલેગરને પકડવા પોલીસે એક કિ.મી સુધી પીછો કરવો પડ્યો હતો. બુટલેગરે પોલીસનું બેરિકેટિંગ તોડી નાખ્યું હતું. ત્યાર બાદ પોલીસ પણ તેની પાછળ ભાગી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ કારચાલકની ધરપકડ કરી હતી. ગાડીના ડ્રાઇવર જીગર પરમારની પોલીસે ધરપકડ કરી હતી.


[[$googlead]]

પાવી જેતપુર પોલીસે ગાડીના ડ્રાઇવરની ધરપકડ કરી

છોટા ઉદેપુરમાં પાવી જેતપુરના વન કુટિર પાસે પોલીસે બુટલેગરને પકડવા માટે બેરકેટિંગ કર્યું હતું. આ બુટલેગર જ્યારે ગાડી લઈને ત્યાં આવ્યો અને બેરિકેટિંગને તોડીને ભાગ્યો હતો. પોલીસે તેને પકડવા માટે ફિલ્મી ઢબે એક કિ.મી સુધી પીછો કર્યો હતો. બુટલેગર આગળ જઈને ગાડી મુકીને ભાગી ગયો હતો. પોલીસે 1.71 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.


[[$alsoread]]

  • Follow us on: