છોટાઉદેપુરની બરોજ પ્રાથમિક શાળાની છત પડી છે, અને ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળાની છત પડી છે. ભારે પવન સાથે વરસાદથી શાળાના પતરા ઉડ્યા છે જોકે સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. તો કોઈ વિધાર્થીને ઈજા પણ પહોંચી નથી.
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડયો છે, ઓરસંગ નદીમાં પાણીની આવક નોંધાઈ છે અને ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઇ છે, નદીમાં પાણીની આવકથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે અને પાણીનો પ્રવાહ જોવા લોકો ઉમટ્યા છે.
છોટાઉદેપુરમાં વરસાદી પાણીનું રૌદ્ર સ્વરૂપ
છોટાઉદેપુરમાં વરસાદી પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, કુકરદાથી માંકડઆંબા વચ્ચે રસ્તો જ નહીં હોવાની વાત સામે આવી છે, કોતરમાં પાણી આવી જતા રસ્તો ઓળંગવો મુશ્કેલ બન્યો છે. આંગણવાડી, શાળાએ જતા શિક્ષકો અટવાયા છે અને સ્થાનિકો ધસમસતા પાણી વચ્ચેથી જવા મજબૂર બન્યા છે.









