છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ઓરસંગ નદીમાં ટ્રક તણાઈ હોવાની વાત સામે આવી છે, વરસાદથી ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે, નદીમાં પૂર આવતા આડબંધ થયો ઓવરફ્લો.


[[$googlead]]

આડબંધ ઓવરફ્લો થયો

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પૂર આવતા છોટા ઉદેપુર ખાતે બાંધવામાં આવેલી આડબંધ ઓવરફ્લો થયો છે. છોટાઉદેપુર જીલ્લામાં ચાર દિવસથી વરસાદી માહોલ જણાયો છે, ઠેર ઠેર છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે ઉપરવાસના મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડતા ઓરસંગ નદીમાં પુર આવ્યા છે. છોટાઉદેપુર જીલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પુર આવતા બે કાંઠે વહી રહી છે. અને છોટા ઉદેપુર ખાતે ઓરસંગ નદી પર બાંધવામાં આવેલ આડબંધ પણ ઓવરફ્લો થયો છે.જેને લઇને આહલાદક દૃશ્યો સર્જાયા છે. ચોમાસાની શરૂઆતમાં જ ઓરસંગ નદીમાં પુર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

[[$alsoread]]


  • Follow us on: