સંખેડા તાલુકામાં વહેલી સવારે એક ઇંચથી વધુ વરસાદ પડયો છે આ કમોસમી વરસાદને કારણે કપાસની ખેતીમાં નુકસાન થયું છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં કપાસની ખેતી સારા પ્રમાણમાં થાય છે. ચાલુ વર્ષે જૂન મહિનાથી જ વરસાદ શરૂ થઈ ગયો હોવાને કારણે ખેડૂતોને વાવણી કરવામાં ઘણું જ મોડું થયું હતું.


[[$googlead]]

છોટા ઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન

હજી માંડ કપાસનો પાક તૈયાર થવા આવ્યો હતો. ફુલ-ભમરી,જીંડવા લાગીને કપાસનો છોડ તૈયાર હતો. ત્યાં તો આજે વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો અને એક ઇંચથી વધારે કમોસમી વરસાદ ખાબકયો તેને કારણે સંખેડા તાલુકામાં ઘણી જગ્યાએ કપાસના છોડ નમી જવા તો ક્યાંક કપાસના જીંડવા,ફૂલ ખરી ગયા છે. જેના કારણે હાલમાં ખેડૂતોને ખેતીમાં નુકશાન દેખાઈ રહ્યુ છે. જોકે હજી કમોસમી વરસાદ ચાલુ રહે તો ઘણું જ મોટું નુકસાન થઈ શકે એમ છે.

[[$alsoread]]
  • Follow us on: