છોટાઉદેપુરમાં મહિલા પ્રસૂતિ બાદ 4 કિમી ચાલવું પડયુ હતુ, રોડ-રસ્તાની સુવિધાઓ ન હોવાથી ભારે હાલાકી પડી રહી છે, મહિલા બાળકને લઇ 4 કિમી ચાલી હતી, પ્રસૂતાએ બે દિવસ પહેલા આપ્યો હતો દીકરાને જન્મ, બે દિવસનું બાળક હાથમાં લઇ મહિલા ચાલવા મજબૂર બની છે, રસ્તાના અભાવે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.


[[$googlead]]

રોડની ખરાબ હાલતથી સ્થાનિકો અકળાયા

ભૂંડમારીયા ગામની મહિલા પ્રસૂતિ બાદ બાળકને લઈ કોટબીથી ચાર કિલોમીટર દૂર ભૂંડમારીયા ચાલતી ગઈ હતી, ભૂંડમારિયાની પ્રસૂતાએ બે દિવસ પહેલા પ્રસુતિ થતા દીકરાને જન્મ આપ્યો હતો અને દીકરાને જન્મ આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા અપાતા ફરીથી કોટબીથી ભૂંડમારીયા ચાલતા જવા મજબૂર બની હકી, બે દીવસનું બાળક હાથમાં લઇને ચાર કિલોમીટર દૂર ચાલીને પોતાના ઘરે જવા મજબૂર બની મહિલા, રસ્તાના અભાવે મહિલા તેના બે દિવસના બાળકને લઇને ચાલતી ઘરે પહોંચી. 

[[$alsoread]]

  • Follow us on: