ગુજરાતના કેબિનેટ મંત્રી બચુ ખાબડના બંને પુત્રો કિરણ અને બળવંત ખાબડની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પુત્રોની ધરપકડ થયા બાદ તેઓ કેબિનેટની મિટીંગ કે સરકારી કાર્યક્રમોમાં ગેરહાજર જોવા મળ્યા હતાં. તેમને વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં પણ દૂર રાખવામાં આવ્યા હતાં. તેઓ દાહોદમાં જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતાં.
શિક્ષણમંત્રી કુંબેર ડીંડોર સાથે દેખાયા મંત્રી બચુ ખાબડ
દાહોદ મનરેગા કૌભાંડમાં બંને પુત્રોની ધરપકડ થયા બાદ કેબિનેટ મંત્રી બચુ ખાબડ જાહેર કાર્યક્રમો અને કેબિનેટની મીટિંગમાં ગેરહાજર રહેતા હતાં. હવે અચાનક દાહોદમાં યોજાયેલા સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાથે જોવા મળ્યા હતાં. તેમના બંને પુત્રો કિરણ અને બળવંત ખાબડની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે.









