દાહોદ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. દાહોદમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે લીમખેડાનો ઉમરીયા ડેમ ઓવરફલો થયો. લીમખેડાનો ઉમરીયા ડેમ આ વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન છે. ઉમરીયા ડેમના જળસ્તરમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ઉમરીયા ડેમ ઓવરફલો થયાના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. ડ્રોન દ્વારા જુઓ ઉમરીયા ડેમનો નયનરમ્ય નજારો.


[[$googlead]]

ઉમરીયા ડેમની સપાટીમાં વધારો 

ધોધમાર વરસાદને પગલે ઉમરીયા ડેમની સપાટીમાં વધારો થયો. ઉમરીયા ડેમની પુર્ણ સપાટી 280 મીટર છે. જ્યારે હાલ ઉમરીયા ડેમ 280.20 મીટરની સપાટીએ પહોંચતા ઓવરફ્લો થયો. ડેમ ઓવરફલો થતા વહીવટીતંત્ર દ્વારા નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા. જેમાં હડફ નદી કાંઠાના પટવાણ, નિનામાના ખાખરિયા, પરમારના ખાખરિયા, પરમારના ખાખરિયા, ઢઢેલા, આંબા અને ચૈડિયા સહિતના ગામોનો સમાવેશ થાય છે. વહીવટીતંત્ર દ્વારા આ તમામ વિસ્તારના લોકોને નદી અને ડેમ પાસે ના નવા જવા સૂચના આપવામાં આવી છે.

[[$alsoread]]

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા કેટલાક જિલ્લા ગાજવીજ સાથે વરસાદનું જોર રહેશે. હવામાન વિભાગે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,ડાંગ, વલસાડ, નવસારી, બનાસકાંઠા ,પાટણ, મહેસાણામાં, સાબરકાંઠા,અરવલ્લી,મોડાસા અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.




  • Follow us on: