દ્વારકામાં સરકારી જમીન પરના ધાર્મિક દબાણો દૂર કરાયા છે, કલેક્ટર અને પોલીસની હાજરીમાં કામગીરી કરવામાં આવી છે, બારડીયા તથા ઓખામઢી ખાતે નેશનલ હાઈવે બાજુમાં સરકારી જમીન પર કરવામાં આવેલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, SDM તથા DySPની હાજરીમાં સવારે ૧૦:૦૦ કલાકે કામગીરી શરૂ કરવામાં આવી હતી, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા છે.
10 દિવસ અગાઉ પણ દ્વારકામાં સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી
ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો સામેની તંત્રની ઝુંબેશ ચાલુ રહી છે, ત્યારે આજે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'દાદા'નું બુલડોઝર ગર્જ્યું છે. 12 સપ્ટેમ્બરના રોજ સવારથી દ્વારકાના રહેણાક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા બે ધાર્મિક દબાણ સહિત એક ભવનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતુ. આ કાર્યવાહી દ્વારા તંત્રએ કુલ 6652 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 18.3 કરોડ આંકવામાં આવી છે.









