ગુજરાતમાં ભારે વરસાદ બાદ શક્તિ વાવાઝોડાનું સંકટ. ગુજરાતના દરિયાકાંઠાઓ પર શક્તિ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. દ્વારકા, પોરબંદર અને સૌરાષ્ટ્ર ના સમુદ્ર કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. શક્તિ વાવાઝોડાના કારણે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. વાવાઝોડું અરબી સમુદ્રથી દ્વારકા તરફ આવી રહ્યું છે. વાવઝોડાની દ્વારકાના આસપાસના વિસ્તારોમાં અસર દેખાઈ રહી છે. તોફાની પવનના કારણે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર થયા છે.
વાવાઝોડા સામે તંત્ર એલર્ટ
શક્તિ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા નજીક આવી રહ્યું છે. ગાંધીનગર ફિસરીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તાર પર માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા કડક સુચના આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક દરિયાઈ વિસ્તાર પર જ્યાં માછીમારી કરતાં ભાઈઓ હોય તેમને ડિપાર્ટમેન્ટ દ્વારા તેમજ જે પણ દરિયામાં બોટ હોય તેમને પરત આવી તીસરી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે.
110 કિમીની ઝડપે ફૂંકાશે પવન
હાલના દ્વારકાના અરબી સમુદ્રમાં પવન સાથે દરિયાકાંઠે ઊંચા ઊંચા મોજાં ઉછડી રહ્યા છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાથી દુર શક્તિ નામનું વાવાઝોડું અચાનક દ્વારકા ઉપર રાખ કે તે પહેલા જ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત સૂત્રો મુજબ શક્તિ વાવાઝોડામાં 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જણાવી દઈએ કે દરિયાકાંઠે જ્યારે પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે ત્યારે બંદરો પર 11 નંબર સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ સ્થિતિ ભયજનક હોવાનું સૂચવે છે.









