દ્વારકામાં વરસાદી આફતના કારણે રસ્તઓ પર ખાડા અને ભૂવા પડ્યા છે. એકબાજુ રસ્તાની સમસ્યા અને બીજી બાજુ ભારે વાહનનો આતંક જોવા મળ્યો. જામ ખંભાળિયા શહેરમાંથી ભારે વાહન પસાર થતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ તોતિંગ વજનની કેપીસીટી ધરાવતો મોડી રાત્રિના સમયે ટ્રક રામનાથ બ્રિજ પરથી પસાર થતો હતો ત્યારે રામનાથ સોસાયટીમાં વિસ્તારમાં અનેક વૃક્ષો અને વીજ લાઈનો તુટયા.
માર્ગો પર ભારે વાહનનો આતંક
ટ્રાફિક થી ધમધમતા રસ્તાઓ પરથી તોતિંગ ટ્રક પસાર થતા હાલાકી સાથે નુકસાનીનું ચિત્ર જોવા મળ્યું.. રાત્રિના સમયે અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થતા લોકો ગરમીમાં શેકાયા. તંત્રની રહેમરાહે આ તોતિંગ અને વધુ ઉંચાઈ વાળો ટ્રક પસાર થયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબકયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ અને બજારોમાં જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
વાહનચાલકોને હાલાકી
ભારે વરસાદના કારણે રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શ્રાવણ મહિનામાં દ્વારકા મંદિરના સમયમાં પણ બદલાવ કરાયો છે. આ દિવસોમાં વરસાદ છતાં પણ ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. આગામી દિવસોમાં ભારે વરસાદના પગલે દ્વારકાના દરિયાકિનારે માછીમારીને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.









