ગુજરાતમાં આ દિવસોમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ રાજ્યભરમાં સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યારે કુલ સિઝનનો સરેરાશ 32 ટકા જેટલો વરસાદ નોંધાયો. દ્વારકામાં ધોધમાર વરસાદના આગમનથી દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. સુરત અને બનાસકાંઠાને ઘમરોળ્યા બાદ કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમેકદાર બેટિંગ જોવા મળી. કલ્યાણપુરમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી.
દ્વારકામાં 2ઇંચ વરસાદ ખાબક્યો
ભાટિયા, કલ્યાણપુર, ભોગાત અને હર્ષદ પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. વરસાદનુ આગમન થતાં ભાટિયા વિસ્તારમાં ગામની મુખ્ય બજારોમાંથી પાણી વહેતા થયા. બજારોમાં પાણી ભરાતા વેપારીઓની સ્થિતિ કફોડી થઈ છે. વરસાદના આગમનથી ખેડૂતો ખુશ થયા છે જ્યારે પાણી ભરાવાના કારણે લોકોને તેમના રોજીંદા કામો પૂરા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બજારોમાં પાણી ભરાતા વેપારીઓને તેમના માલસામાનને નુકસાન થતા ધંધામાં ખોટ જવાની ભીતિ સેવાઈ રહી છે.
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદે તબાહી મચાવતા દ્વારકાના દરિયામાં 20 થી 25 ફૂટ ઊંચા મોજાં ઊછળ્યા. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદથી મેઘપર ટીટોડી ગામે કુંતી નદીમાં ઘોડાપૂર આવ્યા અને ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણીના કારણે નદી બેકાંઠે થઈ. નદીના પાણી રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકી. વરસાદના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો. થોડા દિવસ અગાઉ દ્વારકાના દરિયામાં ફસાયેલા 3 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું.









