જામખંભાળીયામાં વિશ્વ હિન્દુ પરિષદે ધર્મ પરિવર્તનનો પર્દાફાશ કર્યો છે, નેપાળી દંપતી, મ.પ્રદેશનો યુવક ધર્મ પરિવર્તન કરાવતા હોવાની વાતા સામે આવી છે, જામખંભાળીયા પોલીસે ત્રણ જેટલા લોકોને ઝડપી પાડ્યા છે, જામખંભાળીયા પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે. 27 શ્રમિક હિન્દુ આદીવાસીઓને ખિસ્ત્રી ધર્મના પાઠ ભણાવવામાં આવી રહ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ષડયંત્રનો પર્દાફાશ કરાયો
નેપાળી દંપતી અને મધ્ય પ્રદેશના એક યુવક હાલ દ્વારકા જિલ્લામાં રહીને ધર્મ પરીવર્તનનું કારસ્તાન કરતા હતા, 27 હિન્દુ આદીવાસી શ્રમિકોને લોભ લાલચ આપી ખ્રીસ્તી ધર્મમાં પરીવર્તનનું કારસ્તાન ચાલી રહ્યું હતું. આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામ ખંભાળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે, પોલીસે દીપક રઘુવીર સિંહ વિશ્વકર્મા અને તેમના પત્ની દીપા દીપક વિશ્વકર્મા નામના દંપતી તેમજ મુકેશ સુભાષ અજનાર, નામના યુવક સહિત 3 લોકોને ઝડપી પાડયા છે, જામ ખંભાળીયા પોલીસે ત્રણેય ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









