બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને ઐતિહાસિક બહુમતી મળી છે. વિપક્ષના સૂપડા સાફ થઈ ગયા છે. ત્યારે આ જીતની ઉજવણી સમગ્ર દેશમાં ભાજપ દ્વારા થઈ રહી છે. ગુજરાતમા ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે ઢોલ નગારા સાથે NDAની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા છે.
ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે.
તમામ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ઢોલ નગારા સાથે બિહારની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ ઉજવણીમાં જોડાયા છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને 243માંથી 207 બેઠકો મળી છે. જેમાં ભાજપને 95 બેઠકો મળી છે. વિપક્ષને આ ચૂંટણીમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.









