ગુજરાતમાં સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા થતી આત્મહત્યાની ઘટનાઓ અંગે સરકારે નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે એક નોટિફિકેશન દ્વારા વિગતવાર ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં મેન્ટલ હેલ્થ પોલીસી લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાની સૂચના આપી છે. કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રતિ 100 વિદ્યાર્થીએ એક કાઉન્સિલરને રાખવા પડશે.


[[$googlead]]

કોલેજો અને યુનિવર્સિટીઓ માટે એક ગાઈડલાઈન જાહેર

શિક્ષણ વિભાગે કોલેજો અને યુનિવર્સિટીઓ માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે. બીજી તરફ ખાનગી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટને લઈને પણ મહત્વનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કોઈપણ વિદ્યાર્થીને પરફોર્મન્સના આધારે અલગ નહીં રાખી શકાય. વિગતવાર ગાઈડલાઈન સાથે તમામ યુનિવર્સિટીઓ,કોલેજ તથા ખાનગી ઈન્સ્ટિટ્યુટને શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.


[[$alsoread]]

  • Follow us on: