ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી.જે અંતર્ગત આ અભિયાન આગામી તા.21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.


[[$googlead]]

અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી

પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે.આ અભિયાન અન્વયે વરસાદ વહેલો આવે તો તે પહેલા પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો ઊંડા કરવાની કામગીરીની દર વર્ષ કરતાં વહેલી શરૂ કરવામાં આવશે.


 

[[$alsoread]]

  • Follow us on: