નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર કર્યા હોવાની માહિતી આપી છે. હર્ષ સંઘવીએ 44 અંતર્ગત નવા નિયમો રજૂ કર્યા છે. તેમણે ગૃહમાં કહ્યું કે સરકારે વિવિધ સમાજો, સંસ્થાઓ અને રજૂઆતો ને ધ્યાને રાખી લગ્ન નોંધણી નિયમોમાં સુધારો કર્યો છે. કોઈ વાંધા સૂચનો મંગાવવામાં આવનાર છે. લોકો 30 દિવસ સુધી આરોગ્ય વિભાગની વેબસાઇટ માટે નિયમો માટે સૂચનો આપી શકશે. હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર પ્રેમ લગ્ન વિરોધી નથી. પ્રેમ શબ્દને બદનામ કરનારાઓ સામે કડક પગલા ભરવા સરકાર કટિબદ્ધ છે.


[[$googlead]]

રાવણે છળ કપટથી સીતાજીનું હરણ કર્યું

હર્ષ સંઘવીએ કહ્યું કે મારા રાજ્યની ભોળી દીકરીઓ પર સલીમ સુરેશ બની લાગણીઓને ઠેશ પહોંચાડશે તો સરકાર એવો હાલ કરશે કે એ જીવન ભર કોઈની સામે નહીં જોવે હું, જવાબદારી પૂર્વક હું કહું છું . કરોડો દીકરીઓના રક્ષણ માટે અમે ઊભા છીએ. રાવણે છળ કપટ થી સીતાજી નું હરણ કર્યું અને અલાઉદ્દીન ખિલજી એ પણ લાખો લોકોનું લોહી રેડ્યું . લવ જેહાદ આજે એનું આધુનિક સ્વરૂપ છે . તેમણે કહ્યું કે અમારી સરકાર પ્રેમ વિરોધી નથી પણ પ્રેમ શબ્દ ને બદનામ કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવા અમે કટિબધ્ધ છીએ. લગ્ન એ સોળ સંસ્કાર પૈકી મહત્વનો સંસ્કાર છે. બ્રહ્મ વિવાહ થી ગાંધર્વ વિવાહ સુધી પરંપરા છે . પરંપરા છળ અને કપટ ન થાય


[[$alsoread]]

  • Follow us on: