ગાંધીનગર જિલ્લાના દહેગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે ચેડાં કરવાની અણછાજતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજ્ઞાત તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવવામાં આવી હતી. જેના સમાચાર વાયુવેગે પ્રસરતા પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને ગંભીર ગણાવીને પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ મુદ્દે પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.


[[$googlead]]

બાળકે રમતમાં સરદારની પ્રતિમાને ટોપી પહેરાવી હતી

પોલીસની તપાસમાં સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવનાર એક બાળક નીકળ્યો છે. 12 વર્ષના બાળકે સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હોવાનો પોલીસે દાવો કર્યો છે. બાળકો રમતમાં સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હોવાનું પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે. શાકભાજીના વ્યાપારીના દિકરાએ સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હતી. દહેગામ પોલીસે કહ્યું હતું કે, બાળકો ટોપી રમતમાં પહેરાવતા કોઈ ગુનાહિત કૃત્ય નથી.


[[$alsoread]]

  • Follow us on: