રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બોટાદના હડદડમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, હકિકતમાં આ ઘટના જોશો તો કપાસની ખરીદી બોટાદ અને લાઠીદડમાં થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સંદર્ભે બેઠક પણ થઈ ચૂકી હતી. ત્યાં કોઈપણ મુદ્દો નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને લઈ પહોંચ્યા હતાં. આ કોઈ ખેડૂતોનો મુદ્દો નહોતો માત્ર બહાનું હતું.


[[$googlead]]

જ્યાં બનાવ બન્યો તે લાઠીદડના લોકો નહોતા

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, જ્યાં બનાવ બન્યો તે લાઠીદડના લોકો નહોતા. તેઓ અસામાજિક તત્વોને સાથે લઈને પહોંચ્યા હતાં. આ પૂર્વ આયોજિત કાવતરૂ કોણે કર્યું તે સૌએ જોયું છે. દિલ્હીને બરબાદ કર્યા બાદ લોકોએ પંજાબની પણ હાલત જોઈ છે. દિલ્હીમાં કૌભાંડો કર્યા બાદ કેજરીવાલને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આવી રાજનીતિ ના કરો પ્રજાના કામો કરો અને લોકોની વચ્ચે જાઓ.


[[$alsoread]]

  • Follow us on: