ગત વર્ષના પેપરમાં માત્ર તારીખ બદલી છાપી દેવાયું છે અને પેપર સેટ કરનાર પ્રોફેસર દ્વારા ગંભીર છબરડા સામે આવ્યા છે, પેપરમાં પૂછાયેલા સવાલ એસાઈમેન્ટમાં પણ અપાયા હતા તેવો આક્ષેપ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે, GTUના રજિસ્ટ્રાર કે.એન.ખેરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, કમિટી બનાવી તપાસ કરવામાં આવી રહી છે.


[[$googlead]]

વડી કચેરીને સમગ્ર મામલે જાણ કરવામાં આવી

જીટીયુની પરીક્ષામાં સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7નું પેપર ગયા વર્ષનું બેઠું પૂછી નખાયું હતું. તેમાં પેપર સેટરે માત્ર તારીખ બદલવાની તસદી લીધી. ચોંકાવનારી વાત એ છે કે, ‘પોર્ટ એન્ડ હાર્બર એન્જિનિયરિંગ’ વિષયના આ પેપરને ગયા વર્ષે જે પેપરસેટરે કાઢ્યું હતું, તેણે જ આ વર્ષે બેઠેબેઠું ઉપાડી છપાવા મોકલી દીધું. ગુરુવારે સેમેસ્ટર-7ની પરીક્ષા પૂરી થયા પછી કેટલાક વિદ્યાર્થીઓ પ્રોફેસરોને મળ્યા હતા અને તેમની સાથે પેપર વિશે ચર્ચા કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, એસાઇનમેન્ટમાં પ્રેક્ટિસ માટે જે પ્રશ્નો પ્રોફેસરોએ આપ્યા હતા, તે જ પ્રશ્નો આ પેપરમાં પુછાયા હતા.

[[$alsoread]]
  • Follow us on: