ગુજરાતમાં શુક્રવારે નવા મંત્રી મંડળની શપથવિધિ યોજાશે. શપથવિધિ પહેલા રાજીનામું આપનાર મંત્રીઓઓ પોતાની ઓફિસો ખાલી કરી નાંખી છે. તેમજ ગાડી અને બંગલા પણ જમા કરાવવાની શરૂઆત કરી છે. કાર્યાલયમાંથી તમામ સામગ્રી દૂર કરવામાં આવી છે. સ્ટાફ અને અંગત સચિવના કાર્યાલય પણ ખાલી થયાં છે. શપથવિધિ પહેલા જ નવા મંત્રીઓને ગાડી અને બંગલો આપવાની સૂચના આપી દેવામાં આવી છે.


[[$googlead]]

સામાન્ય વહિવટ વિભાગને સૂચના આપવામાં આવી

રાજ્યમાં આવતી કાલે શપથ લેનારા નવા મંત્રીઓને ગાડી અને બંગલો ફાળવવા માટે સામાન્ય વહિવટ વિભાગને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નવા મંત્રીઓ માટે હંગામી PA અને PSની પણ ફાળવણી કરવામાં આવી છે. વિભાગ પ્રમાણે અધિકારીઓની ફાળવણી કરવામાં આવી છે. હંગામી રીતે 35-35 અધિકારીઓ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ જે મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે તેમની સાથે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને એક બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

[[$alsoread]]


  • Follow us on: