વડાપ્રધાન મોદી દ્વારા દેશ વાસીઓને સ્વદેશી અપનવવા માટે અપીલ કરવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાતમાં પણ વેપારીઓ દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને લેશન આપ્યું છે. તેમણે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને વેગ આપવા માટે સૂચનાઓ આપી છે.
CM ભુપેન્દ્ર પટેલે મંત્રીઓ-સચિવોને આપ્યું લેશન
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનમાં ભાગ લેવા માટે રાજ્યના મંત્રીઓ અને સચિવોને લેશન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ મંત્રીઓ અને સચિવોને આ અભિયાનમાં ભાગ લેવા માટે સૂચના આપી છે. દરેક કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુઓ અંગે અપીલ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. વેપારીઓ સાથે સ્વદેશી વસ્તુઓ અંગે ચર્ચાઓ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે.









