ગુજરાતમાં બિન અનામત નિગમમાં પદાધિકારીઓની નિમણૂક કરવા અંગે થઈ રહેલા વિલંબથી પાટીદારોએ સરકારને રજૂઆત કરી હતી. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ આયોગને ચેરમેન ન મળવા બદલ સરકાર અને પાટીદાર નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ બાંભણિયાના સૂર પૂરાવતા સરકાર પર આક્ષેપો કર્યા હતાં. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ બિન અનામત નિગમમાં ચેરમેનની નિમણૂક ન થવા બદલ પાટીદાર નેતાઓ અને સામાજિક શૈક્ષણિક આગેવાનોને "માયકાંગલા" ગણાવ્યા હતાં. બાંભણિયાએ સરકારને 25 ઓગસ્ટ સુધીમાં નિર્ણય લેવાની ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દે રાજપૂત એકતા મંચે પાટીદાર આગેવાનોને ટેકો આપ્યો છે.


[[$googlead]]

વિદ્યાર્થીઓને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરાયો

રાજપૂત એકતા મંચ દ્વારા બિન અનામત નિગમમાં ચેરમેનની જગ્ચા ભરવા રજૂઆત કરવામાં આવી છે. નિયામક સહિતની ખાલી જગ્યાઓ ભરવા રજૂઆત કરવામાં આવી છે. ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીઓને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરાયો છે. રાજપૂત એકતા મંચની પાટીદાર આગેવાનો સાથે રજૂઆત કરાઈ છે. મંત્રી ઋષિકેશ પટેલ અવે બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરવામાં આવી છે. 25 ઓગસ્ટ સુધી નિર્ણય કરવા રજૂઆત સાથે ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

[[$alsoread]]


  • Follow us on: