રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ થયા બાદ તેમને સરકારી કાર્યક્રમોમાંથી બાદ રાખવામાં આવ્યા છે. સ્વાતંત્ર્ય પર્વ પર રાજ્યમંત્રી બચુ ખાબડને પડતા મુકાયા છે. રાજ્યભરના વિવિધ જિલ્લાના કાર્યક્રમોમાંથી તેમની બાદબાકી કરવામાં આવી છે. હવે આગામી સમયમાં યોજાનાર વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ તેમને દૂર રાખવામાં આવશે. તેમનું મંત્રાલય પણ હાલમાં સુમસામ વ્યાપી રહ્યું છે.
ચોમાસુ સત્રમાં પણ તેમને દૂર રાખવામાં આવે તેવી શક્યતાઓ
રાજ્ય સરકારે આ પરથી સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, ભ્રષ્ટાચારી મંત્રી હોય કે અધિકારી કોઈપણને સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે.મંત્રાલય અને કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજરી વચ્ચે વિધાનસભા સત્રમાં પણ મંત્રીને દૂર રખાશે રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રોના મનરેગા કૌભાંડને કારણે રાજ્ય સરકારની છબી ખરડાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ તેમને દૂર રાખવામાં આવે તેવી શક્યતાઓ સર્જાઈ છે.રાજ્ય સરકારના પંચાયત વિભાગના સવાલોના જવાબ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપશે. બચુ ખાબડના મંત્રાલયના જવાબો રાઘવજી પટેલ આપશે.









