માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે સમગ્ર રાજ્યના તા.1 થી 31 મે દરમિયાન એક મહિનાની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી.આ વિશેષ ઝુંબેશ અંગે રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકે જણાવ્યું કે,દંડ વસૂલવો એ ગુજરાત પોલીસનું લક્ષ્ય નથી, પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિ માત્ર પોલીસના ડરથી કે દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારની ખુશીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ અચૂક પહેરે.માર્ગ સુરક્ષા એ માત્ર પોલીસની જ નહીં, આપણા સૌની સામૂહિક જવાબદારી છે. રાજ્યના તમામ નાગરિકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરી જવાબદાર નાગરિક બને તેવી અપીલ કરું છું.


[[$googlead]]

5123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દંડાયા

પોલીસ દ્વારા અવારનવાર એવી પણ ડ્રાઈવ કરાય છે જેમાં નિયમભંગ કરનારને દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલ કે હેલ્મેટ આપીને તેનું મહત્વ સમજાવવામાં આવે છે.ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પણ દરેક માટે સમાન છે તે આ ડ્રાઈવ દરમિયાન સાબિત કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓના પ્રવેશદ્વારે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરીને નિયમભંગ કરનારા 5123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ.16.58 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યભરમાં યોજાયેલી આ ઝુંબેશમાં સરકારી અધિકારી કર્મચારીઓ સહિત કુલ 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ 5.21 કરોડની રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે.


[[$alsoread]]
  • Follow us on: