ગાંધીનગરમાં ચારધામ યાત્રાના નામે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે, ગાંધીનગરના 28 યાત્રાળુઓને કડવો અનુભવ થયો છે, રૂ.7 લાખ લઈને ટ્રાવેલ એજન્ટ થયો રફુચક્કર અને હરિદ્વાર પહોંચ્યા ત્યારે છેતરપિંડીની જાણ થઈસ ઠગબાજ પરીક્ષિત જોશી ઠગાઈ કરીને ફરાર થતા મુસાફરો અધવચ્ચે ફસાઈ ગયા છે.
ચાર ધામની યાત્રાના નામે છેતરપિંડી
ગાંધીનગરના 28 યાત્રાળુઓને ચાર ધામની યાત્રાને લઈ કડવો અનુભવ થયો છે જેમાં ટ્રાવેલ એજન્ટ રૂપિયા 7 લાખ રૂપિયા લઇ ફરાર થઈ ગયો છે, ગાંધીનગરથી યાત્રાળુઓ હરદ્વાર પહોંચ્યા ત્યાં ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે તો પરીક્ષિત જોશી નામના વ્યક્તિએ પોતે ટ્રાવેલ્સ ચલાવતો હોવાનું કહી ટૂર પર લઈ જવા સહમતિ થઈ હતી અને લોકોમાં નીરાશ જોવા મળી છે.









