ગીર ગઢડા શહેરમાં એક નહીં બે નહીં પુરા 11 સિંહનો ટોળું રાત્રિના સમયે જોવા મળ્યું હતુ, ગીર ગઢડા શહેરમાં અવારનવાર સિંહ શિકારની શોધમાં આવી ચડતા હોય છે, સિંહો માટે માનવની વસાહતમાં આવી જવું જાણે સામાન્ય બન્યું છે, ગતરોત રાત્રીના 11:00 કલાકે એસટી બસ સ્ટેન્ડની નજીક ઘનશ્યામ નગરમાં એક સાથે 11 સિંહ પરિવારનું ટોળું આવી ચડ્યું હતું...
માનવ વસાહતથી આ સિંહોને દૂર રાખવામાં આવે તેવી લોક માગ ઉઠી છે
સ્થાનિક સિંહ પ્રેમી અતુલભાઇ ડાભીએ હિંમતભેર પોતાના મોબાઈલમાં આ દ્રશ્ય કેદ કર્યું હતુ અને જોકે સિંહોના શહેરી તરફ આંટા ફેરાથી લોકોની અને સિંહની સલામતી ઉપર જોખમ વધી રહ્યું છે. વન વિભાગ દ્વારા રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવે અને માનવ વસાહતથી આ સિંહોને દૂર રાખવામાં આવે તેવી લોક માગ ઉઠી છે.
ઉના ભાવનગર રોડ પર સિંહની લટાર
ઉના નજીક આવેલ વ્યાજપુર ગામે રાત્રિના સમયે સિંહની લટાર સામે આવી હતી, જંગલના રાજા રોડ પસાર કરતા વાહન ચાલકોના પૈડા થંભી ગયા હતા અને આ સિંહ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં જ કરે છે વસવાટ, અગાઉ પણ આ સિંહ સર્વિસ રોડ પર લટાર મારતો જોવા મળ્યો હતો.









