ચંદ્રદેવ, ત્રિશૂલ-ધ્વજદંડ અને જ્યોતિર્લિંગ એક હરોળમાં આવે છે, કહેવાય છે કે, આ જ પવિત્ર ભૂમિ પર ચંદ્રદેવે ક્ષયરોગમાંથી મુક્તિ મેળવી હતી અને તેઓ આજે પણ કાર્તિકી પૂર્ણિમાની રાત્રે આવે છે અને પોતાની શીતળ ચાંદનીથી કરે છે સ્વયં સોમનાથ મહાદેવનો અભિષેક, દેશ-વિદેશથી હજારો ભક્તો સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. રાત્રિના 11 વાગ્યે મહાપૂજા અને બરાબર મધ્યરાત્રીએ ભવ્ય મહાઆરતી યોજાઈ હતી.


[[$googlead]]

દ્રોણેશ્વર SGVP ગુરુકુળના વિદ્યાર્થીઓએ બેન્ડ-પરેડ સાથે સંગીતમય આરતી કરી

આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે. કારણકે ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે. અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા. ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવની પ્રાર્થના કરી હતી. 


[[$alsoread]]

  • Follow us on: