ગીર સોમનાથમા હુમલામાં વીજ કંપનીના 2 કર્મચારીઓને થઇ હતી ઇજા અને ઇજાગ્રસ્ત ઇજનેર પ્રતિક કટારીયાએ નોંધાવી ફરિયાદ, સુત્રાપાડાના કણજોતર ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, સુત્રાપાડા પોલીસે 2 મહિલા સહિત 04 વિરુદ્ધ નોંધી FIR, ઇજાગ્રસ્ત પ્રભાસ પાટણના જુ.ઈજનેર પ્રતીક કટારીયા છે, વીજ ચેકિંગ માટે ગયેલ ટીમ પર કર્યો હતો હુમલો, 02 કર્મચારીઓ બન્યા હતા ઇજાગ્રસ્ત.


[[$googlead]]

અને પોલીસે ફરજ રુકાવટ સહિતની BNSની કલમો અન્યવે ગુનો નોંધ્યો છે.

સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 7 જેટલી અલગ-અલગ ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિજ ટીમ સુત્રાપાડાના રાખેજ ગામેથી કણજોતર ગામે પ્રવેશતાની સાથે જ ગામના મહિલા અને પુરુષોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગામ લોકો દ્વારા કરાયેલા હુમલામાંં જુનિયર ઇજનેર એ.પી.કટારીયા અને આસીસ્ટન્ટ ઈલેક્ટ્રીશિયન અશોક પરમાર ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સુત્રાપાડા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


[[$alsoread]]

  • Follow us on: