ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના છારા ગામના BLOના આપઘાતથી રોષ ફેલાયો છે. મૃતક શિક્ષકના પરિવારજનોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. શિક્ષકનો મૃતદેહ સ્વીકારવા માટે પરિવારજનોએ ઈનકાર કર્યો છે અને હોસ્પિટલના પીએમ રૂમની બહાર બેસી ગયા છે. આ દરમિયાન પૂર્વ સાંસદ દિનુ સોલંકી પણ હોસ્પિટલ પહોંચ્યા હતાં. તેમણે પરિવારજનોની માગ સરકાર સુધી પહોંચાડવા ખાતરી આપી હતી.
શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા પણ કોડીનાર પહોંચ્યા
આ ઘટનામાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા પણ કોડીનાર પહોંચ્યા હતાં. તેમણ કોડીનાર સરકારી હોસ્પિટલમાં મૃતક શિક્ષકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. મૃતકના સસરા સહિતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. આ ઉપરાંત મૃતકની પત્નીને નોકરી આપવાની માગ પણ કરી છે.પરિવારજનોની માગ સંદર્ભે નગરપાલિકા કચેરી ખાતે મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ હતી.









