ગુજરાતમાં ચોમાસુ સિઝનમાં થયેલા વરસાદ અને ત્યાર બાદ વરસેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાંખી છે. ખેતરમાં તૈયાર થયેલા પાકને માવઠાને કારણે મોટુ નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો દ્વારા તૈયાર થયેલા પાકની કાપણી કરવાની તૈયારીઓ હતી ત્યાં જ માવઠાએ મોઢે આવેલો કોળિયો છીનવી લેતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી. રાજ્યમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ સરકાર વહેલી તકે રાહત પેકેજ જાહેર કરે તેવી માગ કરી છે.


[[$googlead]]

સરકાર વહેલી તકે રાહત પેકેજ જાહેર કરે

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના હાલ બેહાલ થયાં છે. રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનો સરવે પણ કરી લેવાયો છે. પરંતુ સરકાર દ્વારા હજી સુધી રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી નથી. જેને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ગીર સોમનાથના ખેડૂતોએ સંદેશ સમક્ષ રોષ ઠાલવતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારને ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં સરવેની જરૂર નથી પડતી. પાકમાં નુકસાન થયા તો વ્હારે આવવામાં મોટો વિલંબ થાય છે. ખેડૂતો રાહત પેકેજની કાગડોળે રાહ જોઈને બેઠા છે. જો સરકાર પેકેજ જાહેર કરે તો આગામી શિયાળુ પાક લેવામાં ખેડૂતોને ટેકો રહે એમ છે. જેથી વહેલી તકે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.


[[$alsoread]]

  • Follow us on: