ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. મગફળી, સોયાબીન, કપાસ, મરચા સહિતના પાકમાં મોટું નુકસાન થયું છે. માવઠાને કારણે મરચાના પાકની તૈયારી કરતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. આ ઉપરાંત મલચિંગ અને ડ્રીપ સહિતની તૈયારીઓને પણ નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં ચાર દિવસમાં 15 ઈંચ વરસાદ ખાબકવાથી ખેતીને મોટુ નુકસાન થયું છે.


[[$googlead]]

મંત્રીઓએ 15 જેટલા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી

આજે ગીર સોમનાથ જિલ્લામાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમ્ન વાજા પહોંચ્યા હતાં. તેમણે અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી હતી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો. મંત્રીઓએ 15 જેટલા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. મંત્રી અર્જુન મોઢવાડિયાએ મગફળી અને ઘાસચારામાં મોટુ નુકસાન થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાક નુકસાનીનો સેટેલાઈટ અને ફિજિકલ સરવે કરવામાં આવશે. આજનો રીપોર્ટ આવતીકાલની કેબિનેટની બેઠકમાં રજૂ કરાશે.


[[$alsoread]]

  • Follow us on: