ગુજરાતમાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટના પડઘા પડ્યા. સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ અપાયું. ગુજરાત પોલીસે રાજ્યની સરહદો પર સઘન ચેકિંગ હાથ ધર્યું. બનાસકાંઠાની ગુંદરી બોર્ડર પર પોલીસે કડક ચેકિંગ કરતા હાઈવે પર આવનજાવન કરતા તમામ વાહનોની ચકાસણી કરી રહી છે.ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ શરુ કરાયું. રાજ્યમાં આંતરિક સ્થાનો પર પણ નાગરિકોને એલર્ટ રહેવા સૂચન કર્યું છે. રાજ્યના દ્વારકા, અંબાજી જેવા ફેમસ મંદિરોને હાઈએલર્ટ કરતા સુરક્ષામાં વધારો કરાયો છે.


[[$googlead]]

રાજ્યના ફેમસ મંદિરોની સુરક્ષા વધારવામાં આવી

દિલ્હી બ્લાસ્ટ બાદ દ્વારકા જગતમંદિરની સુરક્ષામાં વધારો કરાયો. દર્શને આવતા ભક્તોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મંદિરના પ્રવેશ દ્વાર અધિકારીઓ લોકોનું કડક ચેકિંગ કરી રહ્યા છે. મંદિરની અંદર કોઇ પણ વસ્તુ લઇ જવા પ્રતિબંધ કરવામાં આવ્યો. દ્વારકા ઉપરાંત પ્રખ્યાત અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો. અંબાજી મંદિરમાં 24 કલાક LMG ગાર્ડ તૈનાત કરાયા. આ સાથે જ શક્તિ દ્વાર ખાતે મેટલ ડિટેક્ટરથી સઘન ચેકિંગ કરશે. અને ડૉગ સ્ક્વૉડ સહિતની ટીમોને પણ ખડેપગે રાખવામાં આવી છે. અંબાજી મંદિરમાં દરેક ગેટ ઉપર ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી. 

બ્લાસ્ટ બાદ દેશના મોટા શહેરો હાઈએલર્ટ પર

ઉલ્લેખનીય છે કે ગઈકાલે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ટનાની માહિતી મળતાં, સાત ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી ગયા હતા. એવું કહેવાય છે કે વિસ્ફોટમાં પાર્ક કરેલા અનેક વાહનો પણ લપેટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 8થી વધુ લોકો માર્યા ગયા હતા અને 30 ઘાયલ થયા હતા. આ ઘટના બાદ બે શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. આજે પીએમ મોદીએ પણ ઘટના પર દુઃખ વ્યક્ત કહ્યું હતું કે દોષિતોને છોડવામાં આવશે નહી. ફક્ત ગુજરાત જ નહીં દેશના મોટા શહેરમાં અત્યારે હાઈએલર્ટની સ્થિતિ છે.

[[$alsoread]]


  • Follow us on: