વરસાદે ફરી ગુજરાતને બાનમાં લીધું છે. ચોમાસાની સિઝનનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં આજે સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ ખાબક્યો. પંચમહાલ, સુરત, વડોદરા અને છોટાઉદેપુર સહિત સૌથી વધુ વલસાડના કપરાડામાં 6.18 ઈંચ વરસાદ નોંધાયો. ત્રીજા રાઉન્ડમાં પણ વરસાદનો અનેક વિસ્તારમાં પ્રકોપ જોવા મળ્યો. ભારે વરસાદના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, ડેમ ઓવરફલો અને નદીઓમાં નવા નીરની આવક થઈ.


[[$googlead]]

24 કલાકમાં  191 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.3 ઇંચ વરસાદ નોંધાયો. બારડોલીમાં 5.31 ઇંચ, વાલોદમાં 4.84 ઇંચ વરસાદ, લુણાવાડામાં 4.45 ઇંચ, ધનસુરામાં 4.37 ઇંચ વરસાદ, ગણદેવીમાં 4.09 ઇંચ, સોનગઢમાં 4.06 ઇંચ વરસાદ, કામરેજમાં 3.7 ઇંચ, પલસાણામાં 3.62 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 3.5 ઇંચ, કડાણામાં 3.5 ઇંચ વરસાદ, વ્યારામાં 3.46 ઇંચ, નડિયાદમાં 3.43 ઇંચ વરસાદ, સુરતમાં 3.07 ઇંચ, નવસારીમાં 3.03 ઇંચ વરસાદ, પાદરામાં 2.99 ઇંચ અને ધરમપુરમાં 2.87 ઇંચ વરસાદ ખાબક્યો.

[[$alsoread]]

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ,અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ,ટ્રફ લાઈન પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને, સુરેન્દ્રનગર માં અત્યંત ભારે વારસાદ નું રેડ અલર્ટ અપાયું.

  • Follow us on: