ગુજરાતમાં અત્યારે શક્તિ વાવાઝોડાનો ખતરો છે. અને ચોમાસુ પણ હજુ વિદાય થવાનું નામ લેતું નથી. ચોમાસું અંતિમ ચરણમાં પણ ભારે તોફાન મચાવી રહ્યું છે. શક્તિ વાવાઝોડાની અસર વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે. દરિયાકાંઠે શક્તિ વાવાઝોડાની અસર અને ભાર વરસાદની શકયતાને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


[[$googlead]]

વાવાઝોડું લાવશે ભારે વરસાદ

અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. દરિયાકાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. 24 કલાક માટે વેરાવળ,અન્ય બંદરો પર LCS-3 લાગુ કરવામાં આવ્યા. દક્ષિણના દરિયાકાંઠે DC-1સિગ્નલ લગાવાયું. 3 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે. વેરાવળ, ભરૂચ પાસે મોન્સૂન વિડ્રોઅલ લાઈન પહોંચી.આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શક્તિ વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું નિવેદન સામે આવ્યું છે.

સાયકલોન સામે તંત્ર એલર્ટ

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ હાલ સાયક્લોનની દિશા પશ્ચિમ તરફ છે. આવતીકાલ સુધી એક દિશામાં ફરશે. 6 ઓક્ટોબરે સાયક્લોન શક્તિ ગુજરાત તરફ આવશે. સાયક્લોન ગુજરાત તરફ આવશે ત્યાં નબળું પડી જશે. સાયક્લોનથી ગુજરાતમાં માત્ર વરસાદ પડી શકે છે. ‘સાયક્લોન ગુજરાત તરફ આવશે પણ કોઈ ચિંતા નથી. તંત્ર દ્વારા સાયકલોનની તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા છે. 

[[$alsoread]]
  • Follow us on: