સાબરકાંઠામાં આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો મોજું જોવા મળ્યું. તલોદ અને હિંમતનગર તાલુકામાં વરસાદના પાણી ફરી વળ્યા. વરસાદના આગમનથી કાળઝાળ ગરમીમાં રાહત મળી છે. આજે સાબરકાંઠામાં મોતીપુરા, મહેતાપુરા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂન મહિનાના મધ્યમાં આખરે ગુજરાતમાં ચોમાસું જામ્યું. રાજ્યભરમાં આજે અનેક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ જોવા મળ્યો.


[[$googlead]]

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 17 જૂન સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આજે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમેરલી જિલ્લામાં  ભારે વરસાદના કારણે ચેકડેમ ઉભરાતા ઘોડાપુરની સ્થિતિ જોવા મળી. આ ઉપરાંત આજે સુરત, નવસારી, દાદરાનગર હવેલી, વલસાડમાં અતિભારે વરસાદનું રેડ અલર્ટ જારી કરાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, ભરૂચ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે રાજ્યમાં કચ્છ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. 

[[$alsoread]]

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં 18 થી 22 જૂન સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. ભારે વરસાદને પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યારે પવનની ગતિ 25-35 કિમી પ્રતિકલાકની રહેશે. અને જૂનાગઢ, સાપુતારા તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે.

  • Follow us on: