વલસાડમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી છે. જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે 2 કલાકમાં 2.4 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા. ભારે વરસાદના કારણે વાપીના ઝંડા ચોક મુખ્ય બજાર વિસ્તારમાં પાણી ભરાયા. બજારની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓના માલસામાનને મોટું નુકસાન થયું. ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ.
મેેઘરાજાએ બોલાવી ધબડાટી
કપરાડામાં પણ બે કલાકમાં 3.6 ઇંચ વરસાદ ખાબક્યો. જ્યારે ભારે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાતા લોકોની અવરજવર માટે બંધ કરવો પડયો. અંડરપાસ બંધ થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો. વરસાદમાં કેટલાક ચાલકો અંડરપાસમાં ફસાઈ ગયા હતા. ભારે જહેમત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા. વધુ કોઈ મોટી ઘટના ના બને માટે ધોધમાર વરસાદને પગલે અંડરપાસ બંધ કરાયો. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 64 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા તેમજ ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા અને સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.









