ભારે વરસાદથી હિંમતનગર પાણી પાણી થયું છે ત્યારે, છાપરીયા ચાર રસ્તાની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, ઇલેક્ટ્રોનિક, ફર્નિચરની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે અને લાખોનું નુકસાન થતા તંત્ર સામે વેપારીઓએ રોષ ઠાલવ્યો છે અને વેપારીઓએ નપાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ.
હિંમતનગરની અવની સોસાયટીમાં પાણી ભરાતા લોકો થયા હેરાન
અવની સોસાયટીમાં પાણી ભરાતા મોંઘીદાટ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે, હિંમતનગર વિસ્તારમાં સાંબેલાધાર વરસાદથી તારાજી સર્જાઈ છે, પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા ભારે હાલાકી પડી રહી છે, રહેણાંક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, ત્યારે મહત્વનું છે કે, વરસાદ તો પડી જ રહ્યો છે પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું.
રાજ્યમાં આજે 66 તાલુકામાં વરસ્યો વરસાદ
આજે હાલોલમાં ખાબક્યો સૌથી વધુ પોણા નવ ઈંચ વરસાદ, આજે ઉમરેઠમાં ખાબક્યો 4.57 ઈંચ વરસાદ, આજે બોરસદમાં 3.07 ઈંચ, કામરેજમાં 1.57 ઈંચ વરસાદ, આજે ઘોઘંબામાં 1.54 ઈંચ, ઉમરગામમાં 1.38 ઈંચ વરસાદ, આજે સાવલીમાં 1.34 ઈંચ, ધાનપુરમાં 1.26 ઈંચ વરસાદ, આજે નાંદોદમાં 1.22 ઈંચ, નેત્રંગમાં 1.14 ઈંચ વરસાદ, આજે ઓલપાડમાં 1.14 ઈંચ, આંકલાવમાં 1.1 ઈંચ વરસાદ, આજે નડિયાદમાં 1.02 ઈંચ, જાંબુઘોડામાં એક ઈંચ વરસાદ, આજે મહુધા, વાઘોડિયામાં એક-એક ઈંચ વરસાદ ખાબકયો છે.









