સાબરકાંઠાના હિમંતનગરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. હિમંતનગરમાં સહકારી જીન છાપરીયા રોડ પર બે વાહનો ભયંકર રીતે અથડાયા. બે ટુ-વ્હીલર અથડાતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતના CCTV સામે આવ્યા છે. CCTVમાં અકસ્માતના દ્રશ્યો જોતા લાગે કે લોકો કેટલી બેદરકારીથી વાહન ચલાવી રહ્યા છે.
બે વાહનની જોરદાર ટક્કર
સહકારી જીન છાપરીયા રોડ પર આ અકસ્માતની ઘટના બનવા પામી. છાપરીયા વિસ્તારમાં અનંતેશ્વર મહાદેવ મંદિર પાસેના રોડ બે વાહનોની અથડામણ થઈ. રોડ ક્રોસ કરતી વખતે એક્ટિવા ચાલકની બાઈક ચાલક સાથે ટક્કર થઈ. અથડામણને પગલે બંને વાહન ચાલકો નીચે પટકાયા. વાહનચાલકોને શારીરિક ઇજાઓ પહોંચતા તેઓ સારવાર માટે હોસ્પિટલ ગયા. બંને વાહનોની અથડામણ થતા ત્યાં થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી.
અકસ્માતનો સિલસિલો યથાવત
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિની ઘટના બની નથી. જો કે અકસ્માતના દ્રશ્યો બતાવે છે કે વાહનચાલકો બેદરકારીપણે વાહન હંકારી રહ્યા છે. રોડ ક્રોસ કરતી વખતે વાહનચાલક ટ્રાફિક હળવો થવાની રાહ જોતા નથી. જ્યારે રોડ પરનો ટ્રાફિક જોતા લાગે કે લોકો જાણે રેસમાં દોડતા હોય તેમ બેફામપણે વાહન હંકારે છે. વધુ સ્પીડ અને બેદરકારીના કારણે અકસ્માતમાં મોતનું જોખમ હોવા છતાં વાહનચાલકો બેફામ વાહન ચલાવતા હોવાના કિસ્સા અનેક વખત સામે આવ્યા છે.









