ગુજરાતમાં દિવાળીનો તહેવાર નજીક આવતાં જ GST વિભાગ સક્રિય થયો છે. સાબરકાંઠામાં હિંમતનગરમાં ગુરમુખદાસની પેઢીઓમાં GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. GST વિભાગ દ્વારા આ પેઢીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. GST વિભાગે તેજપુર પાસેના ફટાકડાના ગોડાઉનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઉપરાંત ગુરુમુખદાસના મકાનમા પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. કરોડો રૂપિયાની કરચોરી થયાની શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા હતાં.


[[$googlead]]

હિંમતનગરમાં GST વિભાગના દરોડા

હિંમતનગરમાં દિવાળી પહેલા ફટાકડાના વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા પડ્યા છે. હિંમતનગરમા ગુરુમુખદાસની પેઢીઓ પર GST વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તેઓ કાપડ અને ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે. છેલ્લા 10 વર્ષથી તેમની ફટાકડાની પેઢીઓમાં ચીઠ્ઠીઓ પર વ્યવહાર ચાલતો હતો. જેમાં કરોડોની કરચોરી થઈ હોવાનું GST વિભાગે માલુમ પડ્યું હતું. GST વિભાગની ચાર ટીમો કામે લાગી છે. હિંમતનગર ટાવર ચોક વિસ્તારના ગોડાઉન, સંચાલકોના મકાનો, સહિતના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરાતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

[[$alsoread]]
  • Follow us on: