જામનગરમાં આમ આદમીની સભા દરમિયાન હંગામો મચી જવા પામ્યો હતો. એક શખ્સે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર અચાનક છૂટો બુટ ફેંક્યો હતો. આ ઘટના બનતા જ બૂટ ફેંકનારને લોકોએ બરાબર મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે તાત્કાલિક સ્થિતિને નિયંત્રિત કરી હતી. આમ આદમી પાર્ટીની સભામાં અચાનક ક્ષણિક હડકંપ મચી જવા પામ્યો હતો. આ દરમિયાન કેટલીક ખુરશીઓને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે.


[[$googlead]]

બુટ ફેંકનાર વ્યક્તિની અટકાયત કરી

આજે જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી. આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વક્તવ્ય આપવા ઉભા થયા હતાં અને આ દરમિયાન એક શખ્સે અચાનક બુટ હાથમાં લઈને છૂટો ગોપાલ ઈટાલિયા પર ફેંક્યો હતો. આ ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ બુટ ફેંકનારને પકડીને માર માર્યો હતો. સ્થળ પર હાજર રહેલી પોલીસે તાત્કાલિક બુટ ફેંકનાર વ્યક્તિની અટકાયત કરી સ્થિતિને કાબુમાં લીધી હતી. 

[[$alsoread]]
  • Follow us on: