જામનગરમાં આઈ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિ દ્વારા છેલ્લા 30 વર્ષથી માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવે છે. સમાજ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ રમવામાં આવે છે. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.જામનગરમાં પ્રાચીન ગરબા 200થી વધારે થાય છે. ત્યારે જામનગરમાં વર્ષોથી સોનલ માતા નવરાત્રિ ઉત્સવ દ્વારા સમાજના પ્રખ્યાત કલાકારો તેમની વાણી દ્વારા માતાજીની આરાધના કરી ગરબા રમાડવામાં આવે છે.જ્યારે આ રાસ પૌરાણિક ચારણ સમાજનો રાસ છે. ત્યારે બાળાઓ પૌરાણિક રાસ જ રમે છે. ત્યારે લોકો પણ અહિં આવેલા મા સોનલ માના મંદિરે પધારે અને આપણી સંસ્કૃતિના રાસને જાણે અને માણે છે.


[[$googlead]]

બાળાઓ દ્વારા ત્રિશુલ વડે રાસ રમવામાં આવે છે

ત્યારે જામનગરમાં ચારણ સમાજ દ્વારા શહેરના ઉધોગનગર પાસે આવેલ સોનલ માતાના મંદિરે ચારણ સમાજની દીકરીઓ જગદંબા બનીને ગરબા ઘૂમી માતાજીની આરાધના કરે છે.આ ખાસ રાસ જેમાં બાળાઓ દ્વારા ત્રિશુલ વડે રાસ રમવામાં આવે છે. જેમાં નાની બાળાઓ માતાજીનો પોશાક ધારણ કરી હાથમાં ત્રિશુલ લઇ માતાજીની જેમ ગરબા ઘૂમે તેમ તેઓ રાસ રમી માતાજીની આરાધના કરે છે. એક સમયે એવું લાગે છે કે જાણે માતાજી સ્વયં અહીંયા રમતા હોય તેવું દ્રશ્ય ફલિત થતું હોય છે. આજના મોર્ડન યુગમાં લોકો શેરી ગરબા અને માતાજીના ગરબા ભૂલી જતા હોય છે ત્યારે નાની બાળાઓ આ માતાજીની આરાધનાઓ કરી આજના આ યુગમાં પણ તેઓએ આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે.


[[$alsoread]]

  • Follow us on: